Tuesday, November 15, 2011

Orange Kulfi - ઓરેન્જ કુલફી

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
1/4 ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
2 ટેબલસ્પૂન ખાંડ
2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
1 ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો
1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
1 કપ ક્રીમ, 2 સંતરાં (મીઠાં)
ઓરેન્જ એસેન્સ, ઓરેન્જ કલર



Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી ઉકળતા દૂધમાં નાંખવો. ખાં નાંખી દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું. દૂધ ઠંડું પડે એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ક્રીમ, ચારોળીનો ભૂકો, કાજુનો ભૂકો, ઓરેન્જ કલર અને ઓરેન્જ એસેન્સ નાંખી, મિક્સરમાં હલાવી એકરસ કરવું. પછી સંતરાનો ગલ (બરાબર કણી છૂટી પાડી) નાંખી, કુલફીના મોલ્ડમાં ભરી, ફ્રિઝરમાં મૂકવું. કુલફી સેટ થઈ જાય એઠલે કાઢી લેવી.

Leechee Ice-cream -- લીચીનો આઈસક્રીમ

Ingredients - સામગ્રી
2 ડઝન લીચી
1 લિટર દૂધ
1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાઉડર
250 ગ્રામ ખાંડ
4 કપ તાજું ક્રીમ
1 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી
1 ટેબલસ્પૂન પિસ્તાંની કાતરી
1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
આઈસક્રીમ એસેન્સ, પીળો કલર




Method - રીત
લીચીનો છાલ અને બી કાઢી, મિક્સરમાં મેશ કરી માવો બનાવવો.દૂધને ઉકાળી, થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી નાખવો. તેમાં ખાંડ નાખી દૂધ જાડું થાય એટલે ઉતારી, ઠંડું પાડવું. ઠંડું થાય એટલે લીચીનો માવો, ક્રીમ, ત્રણ-ચાર ટીપાં પીળો કલર અને એસેન્સ નાખી, એલ્યુમિનિયમના ડબ્બામાં દૂધ નાખી રેફ્રિજરેટરમાં મૂકવું. સેટ થાય એટલે લિક્વિડાઈઝરમાં ચર્ન કરી ડબ્બામાં ભરી, બદામની કાતરી, પિસ્તાંની કાતરી, દ્રાક્ષ અને કાજુનો ભૂકો નાંખી ફરી ફ્રિઝરમાં મૂકવો. આઈસક્રીમ બરાબર જામી જાય એટલે કાઢી લેવો.

Kesar-Almond Kulfi - કેસર-બદામ કુલફી

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
100 ગ્રામ માવો8 ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક
8 ટેબલસ્પૂન ખાંડ
2 ટેબલસ્પૂન મલાઈ
2 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
2 ટેબલસ્પૂન પિસ્તાની કતરી
1 ટીસ્પૂન એલજીનો ભૂકો
1/2 ટીસ્પૂન કેસરની ભૂકી



Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મુકવું. બરાબર ઉકળે અને જાડું થવા આવે એઠલે કન્ડેન્સ્ડ મિલ્ક અને માવાને છૂટો કરીને નાંખવો. ઘટ્ટ થાય એટલે ખાંડ અને કેસરની ભૂકી નાખવા. ખાંડનું પાણી બળે એટલે એલચીનો ભૂકો નાંખવો. બરાબર જામી જાય તેવું થાય એટલે ઉતારી મલાઈ નાંખી બરાબર મિક્સ કરવું. ઠુંડ પડે એટલે કુલપીના મોલ્ડમાં (એલ્યુમિનિયમની કોન આકારની ઢાંકણા વાળી ડબ્બી) ભરી, ઉપર બદામ-પિસ્તાની કતરી નાંખી બંધ કરી ફ્રિઝરમાં મૂકવા. બરાબર સેટ થઈ જાય એટલે મોલ્ડમાંથી કુલફી કાઢી લેવી.
Post a Comment

Kesar Pista Icecream - કેસર-પિસ્તા આઈસક્રીમ

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
250 ગ્રામ ખાંડ
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
1/2 ટીસ્પૂન જી.એમ.એસ. પાઉડર
1/2 ટીસ્પૂન સી.એમ.સી. પાઉડર
1/2 ટીસ્પૂન (નાનો કટકો) ચાયનો ગ્રાસ
200 ગ્રામ તાજું ક્રીમ
25 ગ્રામ પિસ્તાની કતરી
1/2 ટીસ્પૂન કેસરની ભૂકી
4 ટીપાં કેસરનો એસેન્સ



Method - રીત
દૂધમાં ખાંડ, જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉડર, કોર્નફ્લોર અને કેસરની ભૂકી નાખી, ગેસ ઉપર મૂકવું. દૂધ જાડું થાય એટલે ઉતારી તરત જ ચાયના ગ્રાસ નાખવું. ઠંડું પડે એઠલે ક્રીમ એલચીનો ભૂકો અને એસેન્સ નાખી મિક્સરમાં એકરસ કરી, તેમાં પિસ્તાની કતરી (થોડી અલગ કાઢી) નાખી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું. અાઈસક્રીમ જામે એટલે કાઢી ફરી મિક્સરમાં બીટ કરવા જેથી બરફીની કણી ભાગી જાય. પછી ડબ્બીમાં ભરી, ઉપર પિસ્તાની કતરી ભભરાવી ફરી ફ્રીજમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.નોંધ – જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉર અને ચાયના ગ્રાસ નાખવાથી અાઈસક્રીમ ક્રીમી અને ચીકણો થાય છે. બન્ને પાઉડર કેમિસ્ટની દુકાને મળે છે. જી.એમ.એસ. એટલે ગ્લિસરો મોના સ્ટેરાઈટ જે બાઈડિંગ એજન્ટ છે. સી.એમ.સી. એટલે કાર્બોક્સી મિથાઈલ સેલ્યુલોઝ જે સ્મુધિંગ એજન્ટ છે.

Instant Ice-cream - ઈન્સ્ટન્ટ આઈસક્રીમ

Ingredients - સામગ્રી
200 મિ.લિ. દૂધ
1/2 ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
2 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
1 ટેબલસ્પૂન બદામનો ભૂકો
1 ટેબલસ્પૂન પિસ્તાંનો ભૂકો
4 ટીપાં ગુલાબી રંગ, રાસબરી એસેન્સ

Method - રીત
દૂધને ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક બરાબર મિક્સ કરી ડ્રાય ફ્રુટ્સનો ભૂકો મિલ્ક પાઉડર, ગુલાબી રંગ અને રાસબરીનો એસેન્સ નાંખી બરાબર મિક્સ કરી, બદામની કતરી નાંખી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી રેફ્રિજરેટરના ફ્રિઝરમાં મૂકવો. જામી જાય એટલે કાઢી લેવો.

Gul-Bahar Ice-cream - ગુલબહાર આઈસક્રીમ

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
50 ગ્રામ નાળિયેરનું ખમણ
200 ગ્રામ ક્રીમ
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
6 ટેબલસ્પૂન ગુલકંદ અથવા 1 કપ રોઝ સીરપ
બદામ, પિસ્તાં

Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી દૂધમાં નાખવો. જાડું થાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે નાળિયેરનું ખમણ, ક્રીમ અને ગુલકંદ અથવા રોઝ સીરપ નાંખી, મિક્સરમાં મિક્સ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ડીપ ફ્રીઝરમાં મૂકવું. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં એકરસ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય. ફરી ડબ્બામાં ભરી, છોલેલી બદામની કાતરી અને પિસ્તાંની કાતરીથી સજાવટ કરી, ફ્રીઝરમાં મૂકી, સેટ થાય એટલે કાઢી લેવો.નોંધ – ગુલકંદ અને રોઝ સીરપને લીધે ખાંડ નાંખવાની ખાસ જરુર પડતી નથી. જો ગુલકંદ અથવા રોઝ સીપર નાંખવો ન હોય તો તેને બદલે ગુલાબની પાંદડીઓ, ખાંડ અને એસેન્સ નાંખી આઈસક્રીમ બનાવી શકાય.

Flora with Orange Sauce - ઓરેન્જ ફ્લોરા વીથ ઓરેન્સ સોસ

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
250 ગ્રામ ખાંડ
400 ગ્રામ તાજું ક્રીમ
1 ટેબલસ્પૂન અમુલ સ્પે. મિલ્ક પાઉડર
અથવા કોઈપણ હોલ મિલ્ક પાઉડર
1 ટીસ્પૂન ઓરેન્જ કસ્ટર્ડ પાઉડર
નંગ-2 સંતરા (મીઠાં)
ઓરેન્જ કલર, ઓરેન્જ એસેન્સ – પ્રમાણસર
સજાવટ માટે –
1 સંતરું
6 બદામ, 10 પિસ્તાં, 7 કાજુ
ઓરેન્જ સોસ



Method - રીત
એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડું જાડું થાય એટલે કસ્ટર્ડ પાઉડરને થોડા ઠંડા દૂધમાં મિક્સ કરી નાખવો. પછી ખાંડ નાંખી દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું. બરાબર ઠંડું થાય એટલે મિલ્ક પાઉડર, ક્રીમ, સંતરાનો ગલ, ઓરેન્જ એસેન્સ અને ઓરેન્જ કલર થોડો નાંખી, મિક્સરમાં મિક્સ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી ફ્રિજમાં મૂકવું. કઠણ થાય એટલે કાઢી ફરી મિક્સરમાં બીટ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય, ત્યારબાદ ડબ્બામાં ભરી, ઉપર છોલેલી બદામની કતરી, કાજુની કતરી અને સંતરાના ગલને ફોળી, ઝીણી ઝીણી કણી છૂટી પાડી ઉપર ભભરાવવી. પછી ફરી ફ્રિઝરમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી, ઉપર ઓરેન્જ સોસ રેડી પીરસવો.