Thursday, December 2, 2010

દાળમૂઠ

સામગ્રી :
મસૂર આખા 500 ગ્રામ,
દૂધ 1 ટે. સ્પૂન.
તળવા માટે તેલ,
મીઠું, સંચળ ઉપર ભભરાવવા માટે,
ચણાનો લોટ એકદમ ઝીણો 500 ગ્રામ,
તેલ મોણ માટે 50 ગ્રામ,
મીઠું સ્વાદ મૂજબ,
સફેદ મરચું ઉકાળીને તેનું પાણી
થોડું તળવા માટે તેલ.
રીત :
મસૂરને આગલે દિવસે ધોઈને પાણીમાં ડૂબાડૂબ પલાળવા. તેમાં એક નાની ચમચી દૂધ ઉમેરવું. બીજે દિવસે મસૂરને ચારણીમાં નીતારી કપડા પર કોરા કરવા. ગરમ તેલમાં ભભરાવીને થોડા થોડા તળવા, તેલ ઉભરાય નહીં તેનો ખાસ ખ્યાલ રાખવો. મસૂર તેલમાં ઉપર તરે ત્યારે નીતારીને કાઢી લેવા. ચણાના લોટમાં મીઠું, મોણ, અને મરીનો ભૂકો અથવા સફેદ મરચાનું ગાળેલું પાણી ઉમેરી સાદા પાણીથી કણક બનાવવી. સેવના સંચામાં એકદમ બારીક ઝારી મૂકી સેવો પાડવી. મસૂર ભેળવવા મીઠું સંચળ ભભરાવવા.

રાજાશાહી કચોરી

સામગ્રી :
૨૦૦ ગ્રામ મેંદો,
૧૦૦ ગ્રામ સોજી,
૧૫૦ ગ્રામ મોણ માટે ઘી,
૧ ચમચી એલચી પાઉડર,
૧૫૦ ગ્રામ માવો,
૧૫૦ ગ્રામ બૂરું,
૧૦ ગ્રામ ચારોળી,
૨૫ ગ્રામ નાળિયેરની છીણ,
૧૦ ગ્રામ કિસમિસ,
૧૦૦ ગ્રામ ખાંડ
રીત :
સોજી અને મેંદો ચોળીને એમાં એલચી પાઉડર ભેળવી દો. ૧૦૦ ગ્રામ ખાંડને ૧ કપ ગરમ પાણીમં ઓગાળી એનાથી નરમ લોટ બાંધી દો. તેમાં મોણ માટેનું ઘી નાખી દેવું. હવે માવાને કડાઈમાં નાખી શેકી નાખો ને સહેજ લાલ થઈ જાય એટલે આંચ પરથી ઉતારી લો. ઠંડો પડે એટલે તેમાં બૂરું અને મિક્સ મેવો ભેળવી, મસળી મિશ્રણ તૈયાર કરી નાખો. લોટના ગોળ ગોળ લૂઆ બનાવી એમાં એક-એક ચમચી માવાનું મિશ્રણ ભરી, બંધ કરીને હાથથી અથવાવેલણથી થોડું વણી નાખો. ઘી ગરમ કરી આછા સોનેરી રંગની કચોરી તળી નાખો.

ચકરી

સામગ્રી :
ઘઉંનો લોટ : 200 ગ્રામ,
ચોખાનો લોટ : 100 ગ્રામ,
મીઠું , તલ, થોડી હળદર.
આ ઉપરાંત અધકચરા તલ અને જીરૂં
રીત :
ઘઉં તેમજ ચોખાનો લોટ લઈને તેમાં સૌપ્રથમ મીઠું નાખવું. હવે તેને એક પાતળા કપડાં કે કાપડની થેલીમાં ભરી તેને કુકરમાં (કૂકરના ડબ્બામાં) બાફવા મૂકવી. લગભગ 3 થી 4 સીટી વગાડવી. હવે તેને બહાર કાઢી લોટને ચારણીથી ચાળી લેવો. તેમાં મોણ માટે માખણ નાખવું. આ ઉપરાંત તલ, જીરૂ, સહેજ હળદર અને મરચું નાખીને લોટ બાંધવો. તેને બે કલાક મૂકી રાખવો. આટલા સમય બાદ, તેને બરાબર મસળીને સેવના સંચામાં ચકરીની જાળી મૂકી, થોડો થોડો લોટ ભરી પ્લાસ્ટીક ના કાગળ પર ચકરી પાડવી. બધી ચકરી પડી જાય પછી તેને તળી લેવી.

મઠિયાં

સામગ્રી :
અડધો કિલો મઠની દાળનો બારીક લોટ,
100 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ,
1 ટેબલ સ્પૂન તલ,
1 ટી સ્પૂન અજમો, મીઠું, મરચું,
1 વાટકી સાકર,
તેલનું મોણ 2 મોટા ચમચા,
અડધી વાટકી તળવા માટે તેલ.
રીત :
સાકર અને અડધી વાડકી પાણી નાખી ગેસ પર મૂકી હલાવવું. સાકર ચોંટે નહીં તેનું ધ્યાન રાખો. 10 મિનિટ પછી (1 તારી ચાસણી) જેવું થાય એટલે નીચે ઉતારી ઠંડું થવા દેવું.એક થાળીમાં બન્ને લોટ, મોણ, મીઠું, મરચું, તલ, અજમો નાખી અલકોલા ગરમ સાકરવાળા પાણીથી લોટ બાંધવો. લોટ કઠણ બાંધવો. ત્યાર બાદ તેને લોખંડના દસ્તાથી ખાંડવો. સરસ એકસરખો થઈ જાય પછી તેને મસળીને વીંટાવાળી તેલવાળો હાથ કરીને છરીથી ગુલ્લા કરવા. ત્યાર બાદ તેને પાતળી પૂરી જેવા વણી લેવા અથવા તો કિચન પ્રેસમાં સહેજ તેલ લગાડી દાબીને પૂરી જેવા બનાવી લેવા. બધા તૈયાર થાય એટલે તળી લો. મઠિયાં ફૂલવા જરૂરી છે. પીળાચટાં અને ગળચટાં મઠિયાં કડક પણ થવાં જોઈએ.મઠિયાં ખરેખર મોઢામાંથી સ્વાદ છોડાય નહીં તેવાં બને છે.

ફરસી પૂરી

સામગ્રી :
1/2 કિલો મેંદો,
125 ગ્રામ રવો,
200 ગ્રામ ઘી,
1 ચમચી જીરૂ,
1 કપ દૂધ,
50 ગ્રામ ચણાનો લોટ,
50 ગ્રામ ચોખાનો લોટ,
1/2 ચમચી મરી,
ખાંડેલા મીઠું,
તળવા માટે તેલ.
રીત :
સૌપ્રથમ ઘી, ચોખાનો લોટ અને દૂધ ત્રણે ભેગા કરી ખૂબ ફીણવું. પછી તેમાં મેંદો, ચણાનો લોટ, રવો તેમજ મરી, જીરૂ, મીઠું બધું નાખી ભેગું કરવું. પછી દૂધ અથવા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો. પછી ઘીવાળો હાથ કરી લોટ ખૂબ મસળી તેના લુઆ પાડવા. તેની પાતળી પૂરી વણી લેવી. પૂરી વણાઈ જાય એટલે નખ મારી ધીમા તાપે તળી લેવી.

ખાખરા

સામગ્રીઃ
૪૦૦ગ્રા.મઠનોલોટ,
૧૦૦ગ્રા. અડદનોલોટ,
હળદર, અજમો, હિંગ,
તલ, મરચું, મીઠું,દૂધ, ઘી
બનાવવાની રીત:
૧ . મઠ-અડદના લોટને ભેગો કરો. થાળીમાં દૂધ અને ઘી નાખી ખૂબ ફીણો. તેમાં બંને લોટ નાખી હલાવો.
૨. તેમાં હળદર, મરચું, અજમો,હિંગ, તલ, અને મીઠું નાખી કઠણ લોટ બાંધો. તેને ખૂબ કૂટો. ૩. તેના લૂઆ કરી પાતળા ખાખરા વણી તવી ઉપર ધીમા તાપે તેને કપડાથી દબાવીને નીચે શેકો. છેલ્‍લે તેના ઉપર ઘી લગાવો.

પોષકતાઃ
૨૫૦૦ કેલરી આમાં છે. અડદ જેવું ધોવાણ અને ધાતુને પુષ્‍ટ કરનાર વાજીકરણ એક પણ નથી, તે શીઘ્ર પુરુષત્‍વ આપનારા છે.

ચોળાફળી

zz

સામગ્રી :
ચણાનો લોટ - 2 વાડકી,
મગનો લોટ - 1 વાડકી,
અડદનો લોટ - 1 વાડકી.
સાજીના ફૂલ, મીઠું, તેલ,
મરચું અને સંચળ.
રીત :
ઉપર આપેલા ત્રણેય લોટ લઈને તેમાં મીઠું તેમજ સાજીના ફૂલ નાખી કઠણ લોટ બાંધવો.
તેને તેલ વાળા હાથ કરી બરાબર મસળવો. હવે તેના લુઆ બનાવી તેને મેંદાના અટામણ માં રગદોળી ને ભાખરી જેટલી સાઈઝ ના વણવા.વણ્યા બાદ તેને સહેજ સુકાવા દઈ તેના વચ્ચેના ભાગમાં કાપા પાડવા. હવે તેલ મૂકીને ચોળાફળીને તળી લેવી. આ રીતે તૈયાર થયેલી ચોળાફળી પર મરચું અને સંચળ ભભરાવી ઉપયોગમાં લેવી.