Ingredients - સામગ્રી
3 કેકની પાતળી સ્લાઈસ
1 કપ કેસર-પિસ્તા આઈસક્રીમ (વા.નં.1 પ્રમાણે)
1 કપ ચોકલેટ આઈસ્કીમ (વા.નં.3 પ્રમાણે)
1 કપ રોઝ આઈસ્ક્રીમ (વા.નં.2ની રીત પ્રમાણે)
1/2 કપ દૂધ
1 ટેબલસ્પૂન ખાંડ
3 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
2 ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
2 ટેબલસ્પૂન ચારોળી
1/4 ટીસ્પૂન કેસરની ભૂકી
Method - રીત
કેસર-પિસ્તા આઈસ્ક્રીમ, ચોકટેલ આઈસ્ક્રીમ અને રોઝ આઈસ્ક્રીમ ત્રણે આઈસક્રીમ જુદા જુદા વાસણમાં જમાવવા – એક એલ્યુમિનિયમના ડબ્બામાં કેકની પાતળી સ્લાઈસ પાથરવી. દૂધમાં ખાંડ અને કેસર નાંખી ઉકાળવું. ઠંડુ પડે એટલે કેકની સ્લાઈસ ઉપર રેડી દેવું. પછી ડબ્બો રેફ્રિજરેટરમાં મૂકવો. થોડી વાર પછી કાઢી તેના ઉપર કેસર-પિસ્તાનો આઈસક્રીમ ભરી, ડીપ ફ્રિઝરમાં ડબ્બો મૂકવો. બરાબર જામી જાય એટલે તેના ઉપર થોડા ડ્રાયફ્રુટ્સ ભભરાવી ચોકલેટનો અાઈસક્રીમ પાથરવો. ફરી ડીપ ફ્રિઝરમાં મૂકી ચોકલેટનો આઈસક્રીમ જામી જાય એટલે તેના ઉપર રોઝ અાઈસક્રીમ પાથરી, ઉપર બદામ-પિસ્તાની કતરી અને ચારોળી ભભરાવી ડીપ ફ્રીઝરમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી, છેક નીચે સુધી કાપો પાડી, સ્લાઈસ કાપી ડિશમાં આઈસક્રીમ મૂકી સર્વ કરવો.નોંધ – કેરી, ચીકુ, લીલી દ્રાક્ષ વગેરે લીલાં ફ્રુટ્સ પણ આઈસક્રીમની વચ્ચે મૂકી શકાય.
No comments:
Post a Comment