ઢોસા
સામગ્રી :-
૩ કપ ચોખા
૧ કપ અડદ દાળ
૧ ટી સ્પૂન મેથી દાણા (Optional)
મીઠું સ્વાદ અનુસાર
મસાલા માટે :-
૫૦૦ ગ્રામ બટાકા (બાફીને નાના સમારેલા)
૧૦૦ ગ્રામ લીલા વટાણા (અધકચરા બાફેલા)
૧૦૦ ગ્રામ ડુંગળી (સમારેલી)
૫ – ૬ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
૭ – ૮ મીઠા લીમડાના પાન
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટેબલસ્પૂન અડદની દાળ
૧ ટીસ્પૂન રાઈ
૧/૪ ટીસ્પૂન હિંગ
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન હળદર (Optional)
મીઠું સ્વાદ પ્રમાણે
૨ ટેબલસ્પૂન કાજુના ટુકડા અને કિસમીસ
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
રીત :-
ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ – ચોખાને અલગ અલગ એકમમ ઝીણું ક્રશ કરો. મેથી દાણાને પણ ક્રશ કરી એમાં ભેળવી દો. બધું મિક્સ કરી મીઠું નાખી ૭ થી ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.
એક વાસણમાં તેલ મૂકી રાઈ નાખો, એ તતડે એટલે અડદની દાળ ઉમેરી હલાવો, તે ગુલાબી થાય પછી તેમાં લીલા મરચાનાં ટુકડા, મીઠો લીમડો અને સમારેલી ડુંગળી નાખીને થોડીવાર સાંતળી તેમાં બાફેલા બટાકા તથા વટાણા મિક્સ કરો, પછી તેમાં લીંબુનો રસ, મીઠું, હળદર ઉમેરી હલાવો. હવે ગેસ બંધ કરીને કાજુ કિસમિસ તથા કોથમીર નાખી તૈયાર થયેલા મસાલાને બાજુ પર રહેવા દો.
હવે આથો આવેલા ખીરાને હલાવી એક થી દોઢ ચમચા જેટલું લઈ નૉનસ્ટિક તવી પર નાખી ઝડપથી ફેલાવી દો. ચમચો એક જ દિશામાં ગોળ ફેરવીને ફેલાવવાથી ખીરુ એકસરખું પથરાશે. ફરતી કિનારે થોડું થોડું તેલ નાખો. હવે એક બાજુ સહેજ ચડી જાય એટલે ઉલટાવીને તેમાં બટાકા વટાણાનો તૈયાર કરેલો મસાલો ભરીને થોડી વાર શેકાવા દઈ બન્ને બાજુથી પડને થોડું વાળી સહેજ દબાવીને ઉતારી લો.
તૈયાર થયેલા ઢોસાને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
No comments:
Post a Comment