ખમણ ઢોકળાં (ગુજરાત)
૧ કપ જાડો ચણાનો લોટ,
૧/૨ કપ ખાટું દહીં,
૧ ચમચી મીઠું,
૧/૨ ચમચી ખાવાનો સોડા,
૧ ચમચી આદું તથા લીલાં મરચાંની પેસ્ટ.
વઘાર માટેની સામગ્રી :
૧ ચમચો તેલ,
૧ ચમચી રાઈ,
૧ ચમચી ખાંડ,
૧ લીંબુનો રસ,
૮-૧૦ મીઠાં લીમડાનાં પાન.
રીત :
ચણાના લોટમાં મીઠું, દહીં તથા થોડું પાણી નાખીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો. તેને ૬-૭ કલાક સુધી ઢાંકીને એક તરફ મૂકી દો. પછી બનાવતી વખતે તેમાં આદું અને લીલાં મરચાંની પેસ્ટ તથા ખાવાનો સોડા નાખીને બૂબ ફીણો. પછી તેલ લગાવેલા વાસણમાં આ મિશ્રણ પાથરી દો. કૂકરમાં એક ગ્લાસ પાણી નાખીને સીટી વગાડ્યા વગર ચડવા દો. જો ઢોકળાનું� સ્ટેન્ડ હોય તો તેમાં બનાવો. ૧૫-૨૦ મિનિટ પછી છરી નાખીને જોઈ જુઓ. જો તે ચોખ્ખી નીકળે તો સમજવું કે ઢોકળાં તૈયાર છે. થોડા ઠંડા પડે એટલે કાપી લો. હવે તેલ ગરમ કરી તેમાં રાઈ, લીમડાનાં પાન, ૧/૪ કપ પાણીમાં લીંબુનો રસ તથા ખાંડ નાખીને ઢોકળાનો વઘાર કરો. પછી ઊંચાનીચા કરીને હલાવીને પીરસો.
No comments:
Post a Comment