ફ્લાવરની કટલેસ
સામગ્રી
ફ્લાવર - ૧ નાનું
બટાકા - ૨૫૦ ગ્રામ
આદું - નાનો ટુકડો
લીલાં મરચા - ૨-૩ નંગ
જીરું - ૧ ચમચી
દાડમના દાણા - ૧ ચમચી
મીઠું - સ્વાદ મુજબ
ચાટમસાલો - અડધી ચમચી
તેલ - જરૂર પ્રમાણે
રીત
બટાકાને બાફી તેનો માવો બનાવો. ફ્લાવરને છીણી લો. આદું-મરચાંને બારીક સમારો. તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી તેમાંથી પ્રમાણસર ગોળા વાળો. હવે દરેકને દબાવી હાર્ટ શેપની કટલેસ બનાવો. નોનસ્ટિક કડાઇમાં કટલેસને બ્રાઉન રંગની સાંતળી લો.
No comments:
Post a Comment