Saturday, January 8, 2011

ફરાળી ખાંડવી


ફરાળી ખાંડવી



Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 12:29 AM [IST](07/09/2010)





 
સામગ્રી

શિંગોડાનો લોટ - ૧ વાટકી
ખાટી છાશ - ૩ વાટકી
લીલાં મરચાંની પેસ્ટ - ૨ ચમચી
કોપરાનું છીણ - ૨ ચમચા
મીઠું - સ્વાદ મુજબ
જીરું - અડધી ચમચી
મરચું - અડધી ચમચી
તેલ - વઘાર માટે

રીત

એક તપેલીમાં શિંગોડાના લોટમાં છાશ રેડી, થોડું મીઠું ભેળવી તેમાં ગાંઠા ન બાઝે એ રીતે પલાળી દો. હવે આને મધ્યમ આંચે સતત હલાવીને ખાંડવી પાથરી શકાય એવું ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી હલાવતાં રહો. મિશ્રણ તૈયાર થઇ જાય એટલે તેને તેલ લગાવેલી થાળીમાં પાતળું પડ બને એ રીતે પાથરો. ઠંડુ પડે એટલે ચપ્પુથી લાંબા કાપા કરી તેના રોલ વાળી દો. ઉપર કોપરાનું છીણ ભભરાવી પ્લેટમાં ગોઠવો. હવે એક કડાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરું બદામી રંગનું થાય એટલે મરચું નાખી આ વઘારને ખાંડવી પર રેડો.

No comments: