ફરાળી બફવડા
Source: Bhaskar News, Ahmedabad | Last Updated 12:16 AM [IST](06/09/2010)
બટાકા - ૫૦૦ ગ્રામ
કોપરાનું છીણ - ૧ વાટકી
શેકેલા તલ - ૨ ચમચા
શેકેલા સીંગદાણા - ૧ વાટકી
કિશમિશ - ૧૦-૧૨ નંગ
કાજુ - ૧૦-૧૨ નંગ
ખાંડ - ૨ ચમચા
તેલ - તળવા માટે
લીલાં મરચાં - ૨-૩ નંગ
મરચું - અડધી ચમચી
આરાલોટ - ૨ ચમચા
ગરમ મસાલો - અડધી ચમચી
મીઠું - સ્વાદ મુજબ
રીત
બટાકાને બાફી, છોલીને છીણી લો. તેમાં જરૂર પ્રમાણે આરાલોટ અને મીઠું ભેળવી બફવડાનું મિશ્રણ તૈયાર કરો. આને થોડી વાર એક તરફ રહેવા દો. એ દરમિયાન કોપરાનું છીણ, શેકેલા સીંગદાણા, તલ, કિશમિશ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, મરચું મિક્સ કરો. બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળી તેમાં આ સ્ટફિંગ કરો. તમે ઇચ્છો તો આને શિંગોડાના લોટના મિશ્રણમાં બોળીને તેલમાં તળી લો અથવા બફવડાના ગોળાને આરાલોટમાં રગદોળી ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના તળીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. ચા સાથે ગરમાગરમ બફવડાનો સ્વાદ માણો.
No comments:
Post a Comment