Saturday, January 8, 2011

તવા ભીંડી


તવા ભીંડી



Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 1:54 AM [IST](14/09/2010)





 
સામગ્રી

ભીંડા - ૨૫૦ ગ્રામ
ડુંગળી - ૧ નંગ
અજમો - ૧ ચમચી
ધાણા પાઉડર - ૧ ચમચી
વરિયાળીનો ભૂકો - ૧ ચમચી
હળદર - પા ચમચી
મરચું - પા ચમચી
આમચૂર - પા ચમચી
ગરમ મસાલો - પા ચમચી
મીઠું - સ્વાદ મુજબ
તેલ - ૧ ચમચો

રીત

સૌપ્રથમ ભીંડાને ધોઇને લૂછી લો. દરેક ભીંડાને વચમાંથી કાપો મૂકો. ડુંગળી બારીક સમારી લો. તેમાં અજમા સિવાયની બધી સામગ્રી મિક્સ કરી આ મિશ્રણને ભીંડામાં ભરો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં અજમો સાંતળો અને ભીંડા નાખો. થોડી વાર સુધી સાંતળીને ભીંડા નરમ થાય એટલે આંચ પરથી ઉતારી લો. ભીંડાને કડાઇની કિનારી પર ચડાવી દો. સર્વ કરતાં પહેલાં ફરીથી કડાઇમાં થોડું તેલ મૂકી સાંતળી લો.

No comments: