Saturday, January 8, 2011

ડુંગળી-ટામેટાંનાં બન


ડુંગળી-ટામેટાંનાં બન



Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 12:49 AM [IST](15/09/2010)





 
સામગ્રી

ડુંગળીની સ્લાઇસ - ૨ નંગ
ટામેટાંની સ્લાઇસ - પ નંગ
બ્રાઉન બન - ૮ નંગ
તેલ - ૨ ચમચા, સાંતળવા માટે
શેકેલું જીરું - અડધી ચમચી
મીઠું - સ્વાદ મુજબ
મરચું - અડધી ચમચી
ખાંડ - ૨ ચમચી
માખણ - જરૂર પ્રમાણે

રીત

નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી આછા બદામી રંગનું થાય એટલે તેમાં સમારેલી ડુંગળીને પણ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળો. ટામેટાં, મીઠું અને મરચું ભેળવી ખાંડ પણ નાખો. બનને એક તરફની કિનારી જોડાયેલી રહે એ રીતે વચ્ચેથી કાપો. નોનસ્ટિક લોઢી ગરમ કરી તેના પર થોડું માખણ મૂકો. બનમાં ડુંગળી-ટામેટાંનું મિશ્રણ મૂકી બનને લોઢી પર મૂકી આસપાસ થોડું તેલ કે માખણ લગાવો. તેને સહેજ દબાવી બીજી તરફ ફેરવીને બંને બાજુએ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. ગરમાગરમ સર્વ કરો.

No comments: