Saturday, January 8, 2011

ચાઇનીઝ ક્રિસ્પી ભેળ



ચાઇનીઝ ક્રિસ્પી ભેળ



Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 6:53 PM [IST](27/09/2010)





 

સામગ્રી



નૂડલ્સ - ૧૦૦ ગ્રામ કોબીજ - અડધી વાટકીગાજરનું છીણ - ૧ વાટકીસમારેલાં કેપ્સિકમ - ૧ વાટકીકોર્નફ્લોર - ૨ ચમચાસોયા સોસ - ૧ ચમચોવિનેગર - ૧ ચમચોચિલી સોસ - ૧ ચમચોઆજીનો મોટો - ૧ ચમચીલસણની પેસ્ટ - ૧ ચમચીઆદું-મરચાં - ૧ ચમચીમીઠું અને મરીનો પાઉડર - સ્વાદાનુસાર



રીત



એક તપેલીમાં પાણી ગરમ કરો અને તેમાં અડધી ચમચી મીઠું અને એક ચમચી તેલ નાખીને નૂડલ્સ બાફો. બફાઇ જાય એટલે નૂડલ્સને ઠંડા પાણીમાં નાખી દો જેથી તે ચોંટી ન જાય. તેને ફરીથી ચાળણીમાં કાઢો જેથી બધું પાણી નીતરી જાય. તેમાં એક ચમચી તેલ ભેળવો. કોર્નફ્લોરમાં રગદોળીને ડીપ ફ્રાય કરો. લસણ અને આદુંને વાટી લો. બે ચમચી તેલ ગરમ કરી તેમાં આદું-લસણ સાંતળી એક મિનિટ પછી બધાં શાક ઉમેરીને તેને નરમ થવા દો. થોડી વાર પછી નૂડલ્સ સહિત બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો. ચિલી સોસ, વિનેગર અને લીલા મરચાં નાખીને સર્વ કરો.

No comments: