વેજ ડમ્બલ્સ
Source: Bhaskar News, Ahmedabad | Last Updated 6:20 PM [IST](27/09/2010)
સામગ્રી
બાફેલા બટાકા - ૪ નંગસમારેલી ડુંગળી - અડધી વાટકીપનીરનું છીણ - અડધી વાટકીદાડમના દાણા - અડધી વાટકીસમારેલાં આદું-મરચા - ૨ ચમચીજીરું - ૧ ચમચીમીઠું - સ્વાદ મુજબઆમચૂર - ૧ ચમચીલાલ મરચું - ૧ ચમચીસેવ - ૧ વાટકીતેલ - જરૂર પ્રમાણે
રીત
બટાકાને બાફીને મસળી લો. એમાં તેલ સિવાયની બધી જ સામગ્રી ભેળવીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાંથી ગોળ બોલ્સ તૈયાર કરો અને તેમાંથી રોલ્સ બનાવો. દરેક રોલને દબાવીને ચપટા કરી દો. રોલને વચ્ચેના ભાગમાં દબાવીને ડમ્બલ્સનો આકાર આપો. હવે તવી પર તેલ મૂકીને આ રોલ્સને ધીમી આંચ પર બંને તરફ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. ત્યાર બાદ તેના ઉપર સેવ ભભરાવી લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો.
No comments:
Post a Comment