Friday, January 7, 2011

દહીં કચોરી



દહીં કચોરી



આ કચોરી પાણી-પૂરી જેવી ઊપસેલી બનવી જોઈએ. જેથી તેને ફોડી તેમાં મઠ, દહીં, ચટણી વગેરે નાખી ખાઈ શકાય.
જરૂરી સામગ્રી :
કચોરી માટે (આશરે ૬૦ કચોરી થશે)
(૧) મેંદો : ૧ કિલો
(૨) ચણાનો લોટ : ૩૦૦ ગ્રામ
(૩) આખા ધાણા : ૨ ચમચા
(૪) ઘી : બે મોટા ચમચા
(૫) વરિયાળી : ૨ ચમચા
(૬) આંબલીનો ઘટ્ટ રસ ૨ ચમચા જેટલો
(૭) મોટા લાલ મરચાં : નંગ ૧૮.
બનાવવાની રીત :
મેંદાના લોટમાં ઘીનું મોણ નાખી અડધી ચમચી મીઠું નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. ચણાનો લોટ કોરો શેકવો. તેમાં ઘટ્ટ આંબલીનું પાણી અને પ્રમાણસર મીઠું નાખી લોટને તરત ચોળી નાંખો. પછી વરિયાળી, ધાણા, મરચાં તેલમાં શેકીને વાટી લો પછી ચણાના લોટમાં મિક્સ કરો.
મેંદાના લોટમાંથી મધ્યમ નાના માપના લુઆ કરી તેને હલકે હાથે વણો. તેમાં મસાલાવળો ચણાનો લોટ પ્રમાણસર ભરી કચોરી વાળીને તળો. આ હલકે હાથે વણવી જરૂરી છે, કારણ ભાર દઈને વણેલી કચોરી ઊપસતી નથી.
ભરવા માટે મસાલો :
અડધા કિલો મઠને સરખા બાફો. તેને તેલ અને હીંગનો આછો વઘાર આપો.
આંબલીની ચટણી :
૨૦૦ ગ્રામ આંબલી પલાળી તેનો રસ કાઢી ગાળી નાખો.
તેમાં (૧) ખાંડ : અડધો કિલો
(૨) તજ-લવિંગનો ભૂકો : ૧ ચમચી
(૩) જીરું : ૧ ચમચી અધકચરું વાટેલું
(૪) મીઠું : પ્રમાણસર
(૫) પીસેલું સંચળ : ૧ ચમચી
(૬) મરચાં : ૨ ચમચા પીસેલા નાખો. આ ચટણી જોઈએ તેવી ઘટ્ટ અથવા પાતળી બનાવો. તીખી ચટણી :
(૧) લીલાં મરચાં : ૧૦૦ ગ્રામ
(૨) મીઠું : પ્રમાણસર
(૩) ફુદીનો : એક મોટી ઝૂડી વાડી તીખી ચટણી બનાવો. ૧ લિટર દહીં વલોવી એકરસ થાય એટલે તેમાં જોઈએ તે પ્રમાણમાં મીઠું ભેળવો. ઊપસેલી કચોરીને પાણીપુરીની જેમ ફોડી તેમાં મઠ, આંબલીની ચટણી અને થોડું દહીં ભરો અને ઉપર ઝીણી સમારેલી કોથમીર નાખી ખાવાના ઉપયોગમાં લો.

No comments: