પંજાબી સમોસાં
(૧) કાચાં કેળાં : ત્રણધારી ૧૦
(૨) ધાણાજીરું : ૧ ચમચો
(૩) લીલાં વટાણાના દાણા : અડધો કપ
(૪) કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી
(૫) તજ ૩ થી ૪
(૬) જીરું : ૨ ચમચી (૭) તેલ
(૮) સોડાબાય કાર્બ : ૭/૮ ચમચી
(૯) લાલ મરચાં : ૧/૨ ચમચી
(૧૦) હળદર : ૧ ચમચી
(૧૧) લીલાં મરચાં : ૧-૨ ઝીણાં સમારેલાં
(૧૨) લવિંગ : ૪ (૧૩) કાળાં મરી : ૫
(૧૪) આમચૂર : ૩ – ૪ ચમચી
(૧૫) મેંદો : ૧૨૫ ગ્રામ
(૧૬) ઘી (૧૭) મીઠું : પ્રમાણસર.�
બનાવવાની રીત :
પ્રથમ મેંદો ચાળી તેમાં ૧ ચમચો ઘી સોડા અને મીઠું નાખી બરાબર ભેળવી ગરમ પાણીથી સાધારણ કઠણ લોટ બાંધવો.
મસાલા માટે :
કેળાં અને વટાણાને જુદાં જુદાં મીઠું નાખી બાફી લેવા. કેળાંની છાલ કાઢી ઝીણા સમારવા.
તજ, લવિંગ, જીરું, મરી ઝીણા વાટી ભૂકો કરવો.
એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં અરધો વાટેલો મસાલો નાંખી તળવો, પછી તેમાં કેળાં અને વટાણા નાખી હલાવી રહી ગયેલો મસાલો નાંખી બરાબર મિક્સ કરી એક થાળીમાં મસાલો ઠંડો થવા માટે લેવો, પછી તેમાં લીલાં મરચાં, કોથમીર, લાલ મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર, હળદર અને જીરું નાખી સમોસાંનું મસાલેદાર પૂરણ તૈયાર કરવું.
લોટમાંથી સરખા નાના લુઆ બનાવી રોટલી વણવી. પછી રોટલીને ચપ્પુની મદદથી બરાબર કાપી અડધી કરવી. હવે એક અડધી રોટલી લઈ ત્રિકોણની જેમ વાળી હાથમાં લઈ વચ્ચેની કિનાર પર પાણી લગાડી ચોંટાડી દેવી. પછી વચ્ચેના પોલાણમાં પ્રમાણસર પૂરણ ભરી કિનારા પર જરા પાણી લગાડી બરાબર દાબી દઈ તે ગરમ કરેલા તેલમાં તળવાં.
આવી રીતે બધાં સમોસાં તૈયાર કરવાં.
No comments:
Post a Comment