Friday, January 7, 2011

મારવાડી કચોરી



મારવાડી કચોરી



જરૂરી સામગ્રી :
(૧) મગની દાળ એક વાટકી
(૨) ચણાનો લોટ : અડધી વાટકી
(૩) મેંદો : બે વાટકી
(૪) મીઠું : પ્રમાણસર
(૫) મરચાં : ૧૦ લીલાં
(૬) કોથમીર : ૪ ચમચી ઝીણી સમારેલી
(૭) વરિયાળી : એક ચમચી
(૮) ગરમ મસાલો : ૩ ચમચી
(૯) ૨ લીંબુનો રસ (૧૦) રાઈ
(૧૧) જીરું (૧૨ તેલ
(૧૩) ખાવાનો સોડા : ૧ / ૪ ચમચી.
બનાવવાની રીત :
પ્રથમ મગની દાળને ધોઈને ત્રણ કલાક સુધી ગરમ પાણીમાં પલાળવી. પછી દાળને પ્રમાણસર પાણીમાં બાફી દેવી. એક વાસણમાં થોડું તેલ ગરમ કરી રાઈ, જીરાનો વઘાર કરો. તેમાં ચણાનો લોટ નાખી સરખો શેકવો. પછી તેમાં બાફેલી દાળ નાખી બરાબર હલાવીને શેકવી. પછી તેમાં મીઠું, ઝીણાં સમારેલાં મરચાં, કોથમીર, વરિયાળી, ગરમ મસાલો નાખી થોડી વાર શેકી લઈ લેવું. આ કચોરીનું પૂરણ કઠણ રાખવું.
મેંદાને ચાળી તેમાં વધારે મોણ (ઘીનું) નાંખી, મીઠું અને સોડા નાંખી સાધારણ કઠણ લોટ બાંધવો. લોટમાંથી નાની નાની પૂરીઓ વણવી. પછી દરેક પૂરીમાં પ્રમાણસર પૂરણ ભરી કચોરીની જેમ ગોળ વાળી ગરમ તેલમાં તળવી. આંબલી ખજૂરની ચટણી સાથે આ કચોરી ખાવાથી સ્વાદિષ્‍ટ લાગે છે.

No comments: