Friday, January 7, 2011

વેજીટેબલ કટલેસ



વેજીટેબલ કટલેસ




જરૂરી સામગ્રી :
(૧) કાચાં કેળાં : ૪
(૨) પૌંઆ અડધો કપ
(૩) કોથમીર : અડધો કપ.
(૪) જીરું : અડધી ચમચી
(૫) લીલા વટાણાના દાણા : ૧ કપ
(૬) આરા લોટ : ૨ ચમચા
(૭) લીલાં મરચાં : ૮ ઝીણાં સમારેલાં
(૮) હળદર : ૧/૨ ચમચી
(૯) લાલ મરચાં : ૧ ચમચી
(૧૦) વાટેલા કાળાં મરી : અડધી ચમચી
(૧૧)લીંબુનો રસ : ૨ ચમચી
(૧૨) મીઠું : સ્વાદ� પ્રમાણે
(૧૩) તેલ : તળવા માટે.
બનાવવાની રીત :
કેળાં અને વટાણાને મીઠું નાખી જુદાં જુદાં બાફવા. કેળાંને છોલી તેનો છૂંદો કરવો. પછી તેમાં વટાણા ધોઈને પલાળીને ગરમ કરેલા પૌંઆ, આરાલોટ, લાલ મરચાં, કોથમીર, હળદર, જીરું (શેકીને અધકચરું કરેલું) લીલાં મરચાં, કાળાં મરી, મીઠું અને લીંબુનો રસ નાખવો. બધું બરાબર મિક્સ કરવું. આચમ સ્વાદિષ્‍ટ મિશ્રણ તૈયાર કરવું. એક વાસણમાં રવો લેવો. એક કટલેસ બને તેટલું મિશ્રણ લઈ રવામાં બોળી (ચારે બાજુ રવો લાગે તે રીતે) તેને કટલેસનો આકાર આપી ગરમ તેલમાં લાલાશ પડતી તળવી. આવી રીતે બધી કટલેસ તૈયાર કરવી.

No comments: