Friday, January 7, 2011

મેથીના મૂઠિયાં



મેથીના મૂઠિયાં



જરૂરી સામગ્રી :
(૧) ચોખાનો લોટ : ૩ ચમચા
(૨) ચણાનો લોટ : ૩ ચમચા
(૩) ઘઉંનો લોટ : ૩ ચમચા
(૪) રાઈ : અડધી ચમચી
(૫) ખાવાનો સોડા : ચપટી
(૬) ઘી : ૨ ચમચા
(૭) લીલાં મરચાં : ૩ વાટેલાં
(૮) મેથીની ભાજી : ૧ નાની ઝૂડી
(૯) મીઠું :સ્વાદ પ્રમાણે
(૧૦) હળદર : ૧ ચમચી
(૧૧) લાલ મરચાં : ૧ ચમચી
(૧૨) સાકર : ૧ ચમચી
(૧૩) ખાટું દહીં : ૨ ચમચા
(૧૪) તલ : અડધી ચમચી
(૧૫) તેલ.
બનાવવાની રીત :
મેથીની ભાજી ઝીણી સમારવી. બધા લોટ અને બધા મસાલા મિક્સ કરો. તેમાં ભાજી ધોઈને નાખી તેમાં દહીં, તેલ, ઘી નાખી સાધારણ કઠણ મૂઠિયાનો લોટ તૈયાર કરવો. જરૂરત પડે તો થોડું પાણી લેવું. પછી તેમાંથી હાથની આંગળીની મુઠ્ઠીઓ વળે તેવી રીતે વાળીને મૂઠિયાં બનાવવાં. પછી થોડું તેલ ગરમ કરીને તેમાં મૂઠિયાં થોડાં ગુલાબી થાય ત્યાં સુધી શેકી પછી વાસણ ઢાંકીને મૂઠિયાં સીજવા દેવાં.

No comments: