Friday, January 7, 2011

બ્રેડનો ઉપમા



બ્રેડનો ઉપમા



જરૂરી સામગ્રી :
(૧) બ્રેડ સ્લાઇસ : ૬
(૨) મીઠો લીમડો
(૩) કોથમીર : ૧ ચમચી
(૪) ઘી : દોઢ ચમચો
(૫) ખાટું દહીં : ૧ કપ
(૬) લીલાં મરચાં : ૩-૪
(૭) મીઠું : સ્વાદ પ્રમાણે
(૮) અડદની દાળ : ૧/૨ ચમચી.
બનાવવાની રીત :
બ્રેડના નાના ટુકડા કરી દહીંમાં પલળવા દેવા. (બ્રેડના માપ પ્રમાણે ઓછા વધતા પ્રમાણમાં દહીં લેવું.) બ્રેડ નરમ પડે ત્યાં સુધી પલળવા દેવા. (ઓછામાં ઓછો અડધો કલાક પલળવા દેવા.)પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.
એક કડાઈમાં ઘી ગરમ કરી. તેમાં રાઈનો વઘાર કરવો. પછી અડદની દાળ નાખવી. પછી લીલાં મરચાં કાપીને નાખવાં. બ્રેડ નાખવાં ને બરાબર હલાવવું. પાંચથી દસ મિનિટ રહેવા દેવું. હલાવતા રહેવું. પછી ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસવી. જો પીળી ઉપમા બનાવી હોય તો ઘીમાં ૧/૨ ચમચી હળદર બ્રેડ નાખતા પહેલાં નાખવી (બ્રેડની સ્લાઇસને બદલે સેન્ડવીચ બનાવતાં કાપેલી સ્લાઇસ જે નકામી હોય છે તેનો ઉપયોગ પણ કરી શકાય. આમ નકામી વસ્તુનો ઉપયોગ સારો થઈ જશે.)

No comments: