Friday, January 7, 2011

સેન્ડવીચ ભજિયાં

સેન્ડવીચ ભજિયાં જરૂરી સામગ્રી : (૧) બ્રેડ સ્લાઇસ (૨) ટામેટાંનો સોસ (૩) કોથમીર : ૧ ચમચી ઝીણી સમારેલી (૪) સોડા : ૧/૪ ચમચી (૫) તેલ તળવા માટે (૬) લીલી કોથમીરની ચટણી (૭) ચણાનો લોટ : ૨ વાટકા (૮) લીલું : મરચું ૧/૨ ઝીણું વાટેલું (૯) મીઠું : સ્વાદ પ્રમાણે. બનાવવાની રીત : પ્રથમ ચણાના લોટમાં કોથમીર, મરચાં મીઠું અને સોડા નાખી મેળવવું પછી પાણી નાખી ભજિયાંનું ખીરું તૈગાર કરો. બ્રેડની સ્લાઇસ લઈ તેની ઉપર ચટણી લગાડવી. પછી બીજી બ્રેડની એક બાજુ ચટણી લગાડી પ્રથમ બ્રેડની ચટણીવાળી બાજુ ઉપર મૂકો. હવે બીજી બ્રેડની ઉપરની બાજુ પર સોસ લગાડો. હવે ત્રીજી બ્રેડ લઈ તેની એક બાજુ સોસ લગાડી બીજી બ્રેડની સોસવાળી બાજુની ઉપર ત્રીજી બ્રેડ મૂકો. આમ ચટણીવાળા અને સોસવાળા બન્ને પડ સાથે સાથે થઈ જશે. આમ બધા બ્રેડની ત્રિરંગી સેન્ડવીચ બનાવી દેવી. હવે એક સેન્ડવીચ લઈ ચણાના લોટના ખીરામાં બોળી ગરમ તેલમાં સાધારણ તાપ ઉપર લાલાશ પડતી તળવી. આમ બધી સેન્ડવીચ તળી લેવી. દરેક સેન્ડવીચ ભજિયાંને વચ્ચેથી ત્રાંસી કાપી એકમાંથી ચાર ત્રિકોણ આકારના ટુકડા કરો. પછી એક ડીશમાં બધા ટુકડા એવી સુશોભિત રીતે ગોઠવો જેથી સેન્ડવીચના ત્રણે રંગ આકર્ષક લાગે. પછી દરેક ટુકડાની ઉપર એક એક ટીપું સોસનું મૂકી પીરસો. આવી રીતે બનાવેલાં સેન્ડવીચ ભજિયાં દેખાવમાં આકર્ષક અને ખાવામાં સ્વાદિષ્‍ટ લાગે છે.

No comments: