કાચા કેળાંની કચોરી
Source: Mona Raval, Ahmedabad | Last Updated 12:47 AM [IST](26/08/2010)
કાચા કેળાં - ૪ નંગ
સીંગદાણા - ૧ ચમચો
આરાલોટ - ૧ ચમચો
દાડમના દાણા - ૧ ચમચો
કોપરાનું છીણ - ૧ ચમચો
કિશમિશ - ૧૦-૧૨ નંગ
વાટેલાં આદું-મરચાં - ૧ ચમચી
તજ-લવિંગનો પાઉડર - અડધી ચમચી
દહીં - ૧ વાટકી
મીઠું - સ્વાદ મુજબ
તેલ - જરૂર પ્રમાણે
રીત
કાચા કેળાંને ધોઇને વચ્ચેથી બે ટુકડા સમારી બાફી લો. ત્યાર બાદ તેને છોલીને છુંદો કરો. સીંગદાણાને શેકીને અધકચરા ખાંડી લો. હવે કેળાના માવામાં સીંગદાણાનો ભૂકો, મીઠું, કોપરાનું છીણ, વાટેલાં આદું-મરચાં, દાડમના દાણા, કિશમિશ , તજ-લવિંગનો પાઉડર વગેરે બધો મસાલો નાખીને સ્વાદિષ્ટ પૂરણ તૈયાર કરો. તેમાંથી ગોળા વાળી કચોરી જેવો આકાર આપો અને આરાલોટમાં રગદોળી તેલમાં તળી લો. દહીમાં મીઠું, ખાંડ, લીલા મરચાંની પેસ્ટ વગેરે નાખીને ચટણી બનાવી તેની સાથે ખાવ.
No comments:
Post a Comment