ફરાળી પનીર બોલ્સ
Source: Bhaskar News, Ahmedabad | Last Updated 12:00 AM [IST](04/09/2010)
પનીર - ૨૦૦ ગ્રામ
માખણ - અડધો કપ
શિંગોડાનો લોટ - જરૂર મુજબ
મીઠું, લાલ મરચું, ધાણાજીરું, લીલાં મરચાં, આદું, કોથમીર, તેલ - જરૂર પ્રમાણે
કાજુ, કિશમિસ, દાડમના દાણા - જરૂર પ્રમાણે.
રીત
એક બાઉલમાં માખણ અને શિંગોડાનો લોટ મિક્સ કરો. તેમાં પનીર, મીઠું, મરચું, ધાણાજીરું, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, કાજુ-કિશમિસ, દાડમના દાણા નાખીને લોટ બાંધો. આ મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં આ બોલ્સને આછા બદામી રંગના તળી લો. આ ફરાળી પનીર બોલ્સને લીલી ચટણી અથવા ખજૂર-આંબલિની ચટણી સાથે સર્વ કરો.
No comments:
Post a Comment