Friday, January 7, 2011

બ્રેડનાં ભજીયાં



બ્રેડનાં ભજીયાં



જરૂરી સામગ્રી :
(૧) બ્રેડ : ૪ સ્લાઈસ
(૨) મીઠું : પ્રમાણસર
(૩) લીલાં મરચાં : ૪ ઝીણાં સમારેલાં
(૪) તેલ : તળવા માટે
(૫) દહીં ખાટું ૧ કપ
(૬) ચણાનો લોટ : ૧/૨ કપ
(૭) કોથમીર ૩ ચમચા.
બનાવવાની રીત :
દહીંમાં ૧/૪ કપ પાણી નાખી બ્રેડના નાના ટુકડા કરી તેમાં બે કલાક પલળવા દેવા. પછી તેમાં લીલાં મરચાં, મીઠું, ઝીણી સમારેલી કોથમીર, ચણાનો લોટ, નાખી બરાબર મિક્સ કરી ગરમ તેલમાં લાલ કડક ભજીયાં તળવાં. આમાં બ્રેડની સ્લાઇસને બદલે વધેલી બ્રેડની સ્લાઇસનો ઉપયોગ પણ કરી શકાય. આ ભજિયાં ગરમાગરમ ખાવાથી જ સ્વાદિષ્‍ટ લાગે છે.

No comments: