Friday, January 7, 2011

પાંઉની પેટીસ



પાંઉની પેટીસ



જરૂરી સામગ્રી :
(૧) બે લીલા નાળિયેરનું છીણ
(૨) લીલાં મરચાં : ૫
(૩) એક લીંબુનો રસ
(૪) કિસમિસ : ૭ થી ૮
(૫) મીઠું : સ્વાદ પ્રમાણે
(૬) કોથમીર : ૧ ઝૂડી ઝીણી સમારેલી
(૭) તલ : ૧ ચમચી
(૮) કાજુના ટુકડા : દસબાર
(૯) ગરમ મસાલો : ૧ ચમચો
(૧૦) બેકરીનાં નાનાં તાજાં પાઉં : ૮ થી ૧૦.
બનાવવાની રીત :
પ્રથમ કદપરાના છીણમાં કોથમીર, વાટેલાં લીલાં મરચાં, સાકર, લીંબુનો રસ, મીઠું, સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો, તલ, કાજુના ટુકડા, કિસમિસ બધું પ્રમાણસર નાખી મિક્સ કરી પૂરણ તૈયાર કરો. તાજાં પાંઉના નાના ટુકડા કરી ઉપર સાધારણ પાણી નાંખી પલળવા દેવા. દશેક મિનિટ બાદ પલાળેલાં પાંઉને હાથથી મસળીને રોટલીના કણકની જેમ કણક બાંધી લેવો. આ રીતે તૈયાર કરેલા કણકમાંથી નાની પૂરી હાથ વડે બનાવવી. પછી તેની વચ્ચે ચમચી વડે પૂરણ ભરી પેટીસની જેમ વાળી લેવી. સાધારણ આકરા તાપે તેલ મૂકી તૈયાર કરેલી પેટીસ તળી લેવી. સાધારણ લાલાશ પકડે એટલે લઈ લેવી. બનાવેલી પેટીસ તરત પણ તળી શકાશે. અને થોડા સમય બાદ પણ ઉપયોગમાં લઈ શકાશે. જો વધુ સમય પછી તળવી હોય તો ભીંજવેલા કપડામાં વીંટાળી રાખવી. (એમાં સ્લાઈસ બ્રેડ પણ વાપરી શકાય.)

No comments: