Friday, January 7, 2011

પૌંઆ બોલ



પૌંઆ બોલ



જરૂરી સામગ્રી :
(૧) ૨ કપ પૌંઆ
(૨) ૪ સ્લાઇસ બ્રેડ, ૮ લીલાં મરચાં વાટેલાં
(૩) ૨ ચમચા કોથમીર ઝીણી સમારેલી
(૪) ૧ ચમચો સાકર
(૫) ૧ લીંબુનો રસ
(૬) ૧/૨ ચમચી હળદર
(૭) મીઠું : સ્વાદ પ્રમાણે
(૯) તેલ.�
બનાવવાની રીત :
પૌંઆને ધોઈને પાણીમાં પલાળી રાખવા. પૌંઆ એકદમ નરમ થાય એટલે બરાબર કાઢી લેવું.
બ્રેડની સ્લાઇસને પાણીમાં ૧ મિનિટ પલાળી રાખી હાથથી દાબી પાણી કાઢી ક્રશ કરી પૌંઆમાં મિક્સ કરવા. પછી પૌંઆમાં બધો મસાલો નાખવો. બધું બરાબર મિકસ કરી તેમાંથી વડાની જેમ ગોળ ગોળ બોલ બનાવવા. પછી ગરમ તેલમાં લાલાશ પડતા પૌંઆ બોલ તળી લેવા.
આમ સ્વાદિષ્‍ટ પૌંઆ બોલ તૈયાર.
નાસ્તામાં પૌંઆ બનાવ્યા હોય તો તે વધ્યા હોય તો તેમાં બ્રેડ(બ્રેડની વધેલી સ્લાઇસ પણ ચાલે) નાખી સ્વાદ પ્રમાણે મસાલો નાખીને પણ પૌંઆ બોલ બનાવી શકાય.
આ વાનગી કિંમતની ર્દષ્ટિએ પણ ખૂબ જ સસ્તી પડે છે.

No comments: