Friday, January 7, 2011

બ્રેડ રોલ્સ



બ્રેડ રોલ્સ



જરૂરી સામગ્રી :
(૧) બ્રેડ એક પેકેટ (સ્લાઇસ બ્રેડ)
(૨) ત્રણધારી કેળાં : ૩
(૩) વટાણા : ૨૫૦ ગ્રામ
(૪) વાટેલા લીલાં મરચાં : ૬ થી ૭
(૫) કોથમીર બે ચમચા ઝીણી સમારેલી
(૬) ૧ લીંબુનો રસ
(૭) ગરમ મસાલો : ૨ ચમચી
(૮) તેલ (૯) મીઠું : સ્વાદ પ્રમાણે
(૧૦) હળદર : ૧/૪ ચમચી.�
બનાવવાની રીત :
પ્રથમ કેળાં અને વટાણાને જુદાં જુદાં બાફી લેવાં. પછી કેળાંની છાલ કાઢી તેનો છુંદો કરવો. પછી તેમાં બાફેલા વટાણા અને બધો મસાલો નાખી બરાબર મિક્સ કરી કેળાનો મસાલો તૈયાર કરવો.
એક વાસણમાં પાણી લો. બ્રેડની એક સ્લાઇસ લઈ પાણીમાં બોળી બરાબર બન્‍ને હથેળીની વચ્ચે રાખી દાબીને પાણી કાઢી તેમાં પ્રમાણસર કેળાંનો મસાલો ભરી ગોળ ગોળ રોલની જેમ વાળી બન્ને છેડા પાણીવાળા હાથથી બંધ કરી બ્રેડની કિનારી પણ પાણીવાળા હાથથી દાબી ચીટકાવી દેવી. જો જરૂરત લાગે તો ઘઉંના લોટની લાઈનો પણ ઉપયોગ કરવો જેથી રોલ તળતી વખતે ખૂલી ના જાય. આમ બધા બ્રેડના રોલ્સ બનાવી દેવા. પછી ગરમ કરેલા તેલમાં ચારે બાજુથી લાલ થાય ત્યાં સુધી તળીને બરાબર તેલ નિતારીને કાઢી લેવા. આમ સ્વાદિષ્‍ટ ગરમાગરમ બ્રેડ રોલ્સ તૈયાર કરવા.

No comments: