Friday, January 7, 2011

દાળ-કેળાં વડાં



દાળ-કેળાં વડાં



જરૂરી સામગ્રી :
(૧) કાચાં કેળાં -૩
(૨) ચણાનો લોટ : ૧ કપ
(૩) ચણાની દાળ : અડધો કપ
(૪) લીલાં મરચાં : ૨ વાટેલાં
(૫) લાલ મરચાં : પોથી ચમચી
(૬) કોથમીર : થોડી ઝીણી
(૭) આંબલીનું ઘટ્ટ પાણી : ૧ ચમચી
(૮) એક લીંબુનો રસ
(૯) સોડા-બાઈકાર્બ : ચપટી
(૧૦) ગરમ મસાલો : અડચી ચમચી
(૧૧) સાકર અને મીઠું : સ્વાદ પ્રમાણે
(૧૨) તેલ : તળવા માટે.
બનાવવાની રીત :
કેળાને બાફીને છોલીને તેનો છુંદો કરવો. દાળને ધોઈ પ્રમાણસર પાણી અને મીઠું નાખી બાફી લેવી. દાળનો છુંદો કરવો (દાળમાં પાણીનો ભાગ રહેવો જોઈએ નહીં), પછી બધો મસાલો મીઠું, સાકર, લીંબુ નાખી દાળ અને કેળાં મિક્સ કરી નાનાં નાનાં વડાં બનાવવાં. ચણાના લોટના પ્રમાણસર પાણી નાંખી ખીરું બનાવવું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને સોડા-બાઈ-કાર્બ નાખવા. પછી દરેક વડાં આ લોટના ખીરામાં બોળી ગરમ તેલમાં તળવાં. સોનેરી લાલ પડે એટલે કાઢી લેવાં.

No comments: