Friday, January 7, 2011



મોતીવડાં



જરૂરી સામગ્રી :
(૧) કાચાં કેળાં : ૪ મોટા દાણધરી
(૨) સાબુદાણા ૩/૪ કપ
(૩) શીંગ શેકેલી ૧/૨ કપ
(૪) લીલાં મરચાં ૮ ઝીણાં સમારેલાં
(૫) કોથમીર : ૩ ચમચા ઝીણી સમારેલી
(૬) લીંબુનો રસ : ૧/૨ (સ્વાદ પ્રમાણે)
(૭) આરાનો લોટ : ૧/૨ કપ
(૮) મીઠું : સ્વાદ પ્રમાણે (૯) તેલ.
બનાવવાની રીત :
પ્રથમ સાબુદાણાને પાણીમાં અડધો કલાક પલળવા દો. પછી પાણી કાઢી લો. કેળાંને પાણીમાં બાફી છોલી તેનો છુંદો કરવો. પછી કેળાં, સાબુદાણા, લીલાં મરચાં, કોથમીર, શીંગ, મીઠું, લીંબુનો રસ નાંખી બધું સરખું મિક્સ કરી નાના નાના પ્રમાણસર એકસરખાં વડાં બનાવવાં. એક વડાને આરા લોટમાં બોળી (ચારે બાજુ આરા લોટ લાગે તે રીતે) ગરમ તેલમાં સોનેરી લાલાશ પડતા તળવા. ગરમ વડાં લીલી ચટણી સાથે પીરસવાં. તળ્યા પછી સાબુદાણા ફૂલીને વડા ઉપર મોતી જેવા દેખાશે. જાણે કે વડા ઉપર સફેદ મોતી ચીકાડ્યાં હોય.

No comments: