કોકમ અને દાડમ સ્લશ
Source: Divyabhaskar.com
સામગ્રી
કોકમનું સિરપ - સવા કપ
દાડમના દાણા - ૪ ચમચા
મીઠું - અડધી ચમચી
શેકેલા જીરાંનો પાઉડર - ૨ ચમચી
સિંધાલૂણ - ૨ ચમચી
ખાંડ - ૮ ચમચા
બરફનો ભૂકો - ૪ કપ
લીંબુ - ૧ નંગ
બુરું ખાંડ - ૪ ચમચા
રીત
દાડમના થોડા દાણાને બ્લેન્ડરમાં નાખો. તેમાં કોકમનું સિરપ, મીઠું, શેકેલા જીરાંનો પાઉડર, સિંધાલૂણ અને બરફ નાખી એકરસ કરો. લીંબુનો પા ભાગના ટુકડાને ગ્લાસની કિનારીએ ઘસો. તે પછી બુરું ખાંડને એક પ્લેટમાં કાઢી તેમાં ગ્લાસને એવી રીતે ઊંધો કરો કે ખાંડ તેના પર ચોંટી જઇને ફ્રોસ્ટેડ ઇફેકટ આવે. તે પછી તેમાં કોકમ અને દાડમના દાણાનું મિશ્રણ રેડી તરત જ પીવા માટે આપો.
No comments:
Post a Comment