મિની ફેટા પિઝા
સામગ્રી
પિઝા બ્રેડ - ૨
ચીઝનો ભૂકો - ૪ ચમચા
તેલ - ૨ ચમચા
લસણની પેસ્ટ - ૫-૬ કળી
સમારેલી ડુંગળી – અડધી
ટામેટાંની પ્યોરિ - ૬ ચમચા
સફેદ મરીનો પાઉડર - પા ચમચી
ખાંડ - અડધી ચમચી
મીઠું - સ્વાદ મુજબ
લાલ કેપ્સિકમ - ૨ નંગ
તુલસીના પાન - ૧૨ નંગ
રીત
લાલ કેપ્સિકમને કાંટાથી કાણાં પાડી તેને આંચ પર ધરી રાખો જેથી તે બરાબર શેકાઇ જાય. થોડી થોડી વારે ગોળ ફેરવતાં રહો. ત્યાર બાદ તેને ઠંડા પાણીમાં બોળીને ઉપરથી છાલ કાઢી લો. તેના બિયાં કાઢી લાંબી ચીરી કરો. ઓવનને ૧૫૦-૧૭૦ સેન્ટિગ્રેડ પર ગરમ કરો. કુકી કટરથી પિઝા બ્રેડને ગોળાકારમાં કાપો. એક ચમચો તેલ ગરમ કરી તેમાં લસણ અને ડુંગળીને આછા બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળો. તેમાં ટામેટાંની પ્યોરી રેડી બે-ત્રણ મિનિટ રાખો. તેમાં સફેદ મરીનો પાઉડર અને મીઠું મિક્સ કરી આંચ પરથી ઉતારી લો. સેકેલા કેપ્સિકમની ચીરીઓ કરો. પિઝા બ્રેડને બેકિંગ ટ્રેમાં ગોઠવો. દરેક પર ટામેટાં સોસ રેડો. ઉપર ચીઝનો ભૂકો ભભરાવી, કેપ્સિકમની ચીરીઓ ગોઠવો. અગાઉથી ગરમ કરેલા ઓવનમાં બેક થવા દો. તુલસીના પાન ગોઠવી ગરમ સર્વ કરો.
No comments:
Post a Comment