સોયાબીન પુલાવ
Source: Nisha Bhatt, Ahmedabad
સામગ્રી
ચોખા - ૧ કપ
લીલાં સોયાબીન - ૧ કપ
લીલા વટાણા - અડધો કપ
ડુંગળી - ૨ નંગ
તજ, લવિંગ, તમાલપત્ર - જરૂર પ્રમાણે
કાજુ - ૧૦-૧૨ નંગ
કિશમિશ - ૧૦-૧૨ નંગ
લાલ મરચું - જરૂર મુજબ
મીઠું - સ્વાદ મુજબ
ચોખા - ૧ કપ
લીલાં સોયાબીન - ૧ કપ
લીલા વટાણા - અડધો કપ
ડુંગળી - ૨ નંગ
તજ, લવિંગ, તમાલપત્ર - જરૂર પ્રમાણે
કાજુ - ૧૦-૧૨ નંગ
કિશમિશ - ૧૦-૧૨ નંગ
લાલ મરચું - જરૂર મુજબ
મીઠું - સ્વાદ મુજબ
રીત
ચોખાને એક કલાક પહેલાં પલાળી દો. વટાણા અને સોયાબીનને જુદા જુદા બાફી લો. ઘીમાં તજ, લવિંગ, તમાલપત્રનો વઘાર કરો. તે પછી તેમાં થોડું જીરું સાંતળી ચોખા નાખી સહેજ હલાવીને પાણી રેડી ધીમા તાપે ચડવા દો. બીજા પેનમાં પહેલા ડુંગળી સાંતળી થોડીવાર પછી તેમાં વટાણા અને સોયાબીન સાંતળો. હવે ભાતમાં સાંતળેલી ડુંગળી, સોયાબીન અને વટાણાને મિક્સ કરી સ્વાદ પ્રમાણે લાલ મરચું અને મીઠું ઉમેરો. સર્વ કરતી વખતે તળેલાં કાજુ અને કિશમિશથી સજાવો.
No comments:
Post a Comment