ફણગાવેલા મગના પૂડલા
Source: Bhaskar News, Ahmedabad | Last Updated 1:24 AM [IST](01/09/2010)
ચણાનો લોટ - દોઢ કપ
ફણગાવેલા મગ - ૧ કપ
મીઠું - સ્વાદ મુજબ
ચાટ મસાલો - ૧ ચમચી
મરચું - ૧ ચમચી, દહીં - ૩ ચમચા
અજમો - પા ચમચી
હળદર - પા ચમચી
સમારેલાં લીલાં મરચાં - ૫ નંગ
સમારેલી કોથમીર - ૨ ચમચા
સમારેલી ડુંગળી - ૧ નંગ
સમારેલાં ટામેટાં - ૨ નંગ
લીંબુનો રસ - ૧ ચમચી
તેલ - તળવા માટે
રીત
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, મરચું, અજમો, હળદર, સમારેલાં અડધા ભાગના લીલા મરચાં, કોથમીર, ડુંગળી અને દહીં નાખી મિક્સ કરો. જરૂર પૂરતું પાણી ઉમેરી પૂડલા માટેનું ખીરું તૈયાર કરો. બીજા બાઉલમાં ફણગાવેલા મગ લઇ તેમાં ટામેટાં, બાકીના લીલાં મરચાં, કોથમીર, મીઠું, ચાટ મસાલો અને લીંબુનો રસ ભેળવો. લોઢી ગરમ કરી તેના પર સહેજ તેલ મૂકો. ત્યાર બાદ એક ચમચો ખીરું રેડી તેની આસપાસ ચમચીથી તેલ મૂકો અને તે આછા બ્રાઉન રંગનો શેકો. આ જ પ્રમાણે બીજી તરફ પણ શેકો. એક બાજુએ સ્ટફિંગ મૂકી બંને બાજુએથી વાળી દઇ ગરમ ગરમ જ સર્વ કરો.
No comments:
Post a Comment