વેજિટેબલ સ્ટફ્ડ કેપ્સિકમ
Source: Divyabhasakar.com
કેપ્સિકમ - ૬ નંગ
કોબીજનું છીણ - ૧ વાટકી
ગાજરનું છીણ - ૧ વાટકી
બાફેલા બટાકા - ૨ નંગ
બારીક સમારેલી ડુંગળી - ૨ ચમચી
સમારેલું ટામેટું - ૨ ચમચી
આદું- લસણની પેસ્ટ - ૨ ચમચી
લાલ મરચું - ૨ ચમચી
ગરમ મસાલો - ૧ ચમચી
ખાંડ - ૧ ચમચી
ચણાનો લોટ - ૨ ચમચી
પનીર - ૨ ચમચી
મરીનો પાઉડર - ૧ ચમચી
તેલ - જરૂર પ્રમાણે
મીઠું - સ્વાદાનુસાર
રીત
કેપ્સિકમને વચ્ચેથી સમારો. એક કડાઇમાં તેલ ગરમ મૂકી ડુંગળી સાંતળો. ત્યાર બાદ સમારેલાં ટામેટા ભેળવો. તેમાં કોબીજ, ગાજર, બટાકા, પનીર, આદું-લસણની પેસ્ટ, લાલ મરચું, ગરમ મસાલો, ખાંડ, મરીનો પાઉડર, મીઠું ભેળવો અને વેજિટેબલનું મિશ્રણ તૈયાર કરો. બીજી તપેલીમાં થોડું તેલ ગરમ કરી ચણાનો લોટ શેકો. તેમાંથી સુગંધ આવે એટલે વેજિટેબલનું મિશ્રણ તેમાં ભેળવો. હવે આ સ્ટફિંગને પોલાં કરેલાં કેપ્સિકમમાં ભરીને ઓવનમાં બેક થવા માટે મૂકો. ટેસ્ટી વેજિટેબલ સ્ટફ્ડ કેપ્સિકમ તૈયાર છે.
No comments:
Post a Comment