Thursday, December 2, 2010

બનાના કોફતા કરી

સામગ્રી :
કોફતા :
કાચાં કેળાં : ૨,
કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી,
મેંદો :૧/૨ કપ,
ધાણાજીરું : અડધી ચમચી,
લીંબુનો રસ : અડધી ચમચી,
સાકર અડધી ચમચી,
લાલ મરચું : અડધી ચમચી,
હળદર : અડધી ચમચી,
મીઠું સ્વાદ પ્રમાણે,
તેલ : તળવા માટે.
કરી :
દહીં : અડધો કપ,
સાકર : અડધી ચમચી,
ઘી : ૩ ચમચા,
કેળુંકાચું : ૧,
તેજપત્તાં : ૨-૩,
જીરું : ૧ ચમચી,
હળદર : ૧ ચમચી,
મરચાં લીલાં : ૨,
ગરમ મસાલો : ૧ ચમચી.
વાટવાનો મસાલો :
લવિંગ : ૨ થી ૩,
કાળાં મરી-તજ : ૨ થી ૩,
એલાયચી : ૧ થી ૨,
મરચાં લીલાં : ૨
રીત :
કોફતા :
કેળા છોલી ઝીણાં સમારી નરમ પડે ત્યાં સુધી પાણીમાં બાફવાં. પછી પાણી કાઢી કેળાંનો છૂંદો કરી મેંદા સિવાયનો બધો મસાલો મિક્સ કરી તેમાંથી નાના નાના કોફતા બનાવવા. પછી દરેક કોફતાને મેંદામાં રગદોળી ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળવા.
કરી :
કેળાંને છોલી ગોળ ગોળ સમારી તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળવાં. ૩ ચમચા ઘી ગરમ કરી તેમાં જીરું અને ગરમ મસાલો અને લીલું મરચું નાખવું. બરાબર ગરમ થાય પછી તેમાં દહીં અને વાટેલો મસાલો નાખવો. બરાબર ગરમ થાય પછી તેમાં તળેલાં કેળાં નાખવાં. બરાબર મિક્સ કરી તેમાં મીઠું અને લીલાં મરચાં લાંબા કાપી નાંખવા. ૧ કપ પાણી અને તેજપત્તા અને સાકર નાખી ઊકળવા દેવું, પછી તેમાં કોફતા નાખી ગરમ ગરમ પીરસવું.

No comments: