સામગ્રી :
૨૫૦ ગ્રામ બટેટા,
૧૫૦ ગ્રામ શીંગદાણા,
વઘાર માટે જીરુ,
૧ ચમચી લીલા મરચાંની પેસ્ટ,
૪ ચમચા તેલ, કોથમીર,
૪ ચમચી ખાંડ, ૧ નંગ લીંબુ,
મીઠું જરૂર મુજબ.
રીત :
બટેટાને બાફીને તેનાં નાના નાના ટૂકડા કરી લો. ઍક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખી લીલા મરચાંની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં બટેટાનાં ટુકડા નાખી તેમાં મીઠું, ખાંડ અને લીંબુ નાખી બરાબર મીકસ કરો. ત્યારબાદ તેમાં શેકેલાં શીંગદાણાનો ભૂકો ઉમેરી થોડીવાર માટે ઢાંકી દો. બરાબર ચડી જાય ઍટલે ઉપર લીલી કોથમીર પાથરી દહીં સાથે પીરસો.

No comments:
Post a Comment