Thursday, December 2, 2010

તૂરિયાંનાં પકોડાં

સામગ્રી :
૪-૫ કૂણા તૂરિયાં,
૧ કપ ચોખાનો લોટ,
૧/૨ કપ વેસણ,
૨ ચમચી મીઠું,
૧ ચમચો વાટેલાં લીલાં મરચાં,
૧ ચમચી ગરમમસાલો,
૨ ચમચા બારીક સમારેલી કોથમીર,
૧ લીંબુનો રસ,
તળવા માટે પૂરતું તેલ.
રીત :
તૂરિયાને છોલી તેના ૩-૪ ઈંચ લાંબા ટુકડા કરો. પછી તેનાં લંબાઈમાં પાતળાં પતીકાં કરો. ૧ ચમચી મીઠું અને લીંબુ લગાવી ૧/૨ કલાક રાખી મૂકો. તેનું પાણી છૂટે એટલે સહેજ હળવા હાથે દબાવી કોરા કપડા પર ૧૦ મિનિટ સુકાવા દો. આ દરમિયાન ચોખાનો લોટ અને વેસણ મિક્સ કરી પાણી રેડી ખીરું બનાવો. તેમાં મીઠું, ગરમમસાલો, વાટેલાં લીલાં મરચાં અને કોથમીર નાખી ભજિયાં જેવું ખીરું તૈયાર કરો. કડાઈમાં તેલ ગરમ કરો. તૂરિયાંનાં પતીકાંને ખીરામાં બોળી તેલમાં કરકરાં તળી લો. ચટણી કે સોસ સાથે ગરમાગરમ પીરસો.

No comments: