Thursday, December 2, 2010

રવાની ચકરી

સામગ્રી :
૫૦ ગ્રામ રવો,
૧/૨ કપ ભાત,
૧/૨ ચમચી મીઠું,
૧/૨ ચમચી ઘી મોણ માટે,
પ્રમાણસર ઘી તળવા માટે,
૨ ટીપાં ખાવાનો લીલો રંગ.
રીત :
રવાને ચોળી, તેમાં મીઠું, મોણ તથા રંગ નાખી, લોટ બાંધો. પછી તેમાં ભાત મસળી નાખી ફરીથી ગૂંદો. તૈયાર થયેલા માવાને હાથ પર મસળી, લાંબી દોરી જેવું બનાવી પાટલી પર મૂકો, પછી પાણી લગાવી દોરીને ગોળ ગોળ વાળીને ચિપકાવતાં જાવ. આ તૈયાર થયેલી ચકરીને ધીમી આંચ પર કરકરી તળી લો.



No comments: