Thursday, December 2, 2010

સેવ ટમેટાનું શાક

સામગ્રીઃ
ટમેટાં ૫૦૦ ગ્રામ,
હળદર, મીઠું પ્રમાણસર,
સેવ ૨૦૦ ગ્રામ,
ગરમ મસાલો થોડો,
તેલ પ્રમાણસર,
ધાણાજીરું પ્રમાણસર,
ગોળ પ્રમાણસર,
મરચાંની ભૂકી પ્રમાણસર,
જીરું, હિંગ વઘાર માટે.
રીતઃ
સૌપ્રથમ ટમેટાંને ચોખ્‍ખા પાણીથી ધોઈને સમારી લેવાં. ત્‍યારબાદ એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ મૂકવું અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું મૂકવું. જીરું તતડી જાય એટલે હિંગ મૂકીને સમારી રાખેલા ટમેટાંનો વધાર કરવો. ત્‍યારબાદ તેમાં મીઠું, ગોળ, મરચાંની ભૂકી હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો નાખી, કડાઈ ઢાંકી દેવી અને ટમેટાં ચડવા દેવાં. ટમેટાં ચડી જાય એટલે તેમાં સેવ નાખી દેવી. એટલું ધ્‍યાન રાખવું કે જયારે શાકનો ઉપયોગ કરવો હોય ત્‍યારે જ તેમાં સેવ નાખવી. નહી તો શાક ખાવાની મજા મરી જશે.

No comments: