Thursday, December 2, 2010

ભરેલાં કાચાં કેળાં

સામગ્રી :
૩ કાચાં કેળાં,
૪ લાલ ટામેટાં,
૧/૨ વાટકી લીલા વટાણાના દાણા,
૧/૪ વાટકી ઝીણી સમારેલી ફણસી,
૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી,
૨ ચમચી ધાણાજીરું વાટેલું,
૧/૨ ચમચી હળદર,
સ્વાદ પ્રમાણે મીઠું,
૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર,
૧/૨ ચમચી જીરું,
૨ ચમચા તેલ,
૨ ચમચી ગરમ મસાલો.
રીત :
વટાણા અને ફણસીને વરાળથી બાફી લેવાં. ટામેટાં ઝીણાં સમારી લેવાં. કેળાંની જાડી છાલ ઉતારી છોલી લેવી. છાલેલાં કેળામાં ઊભો ચીરો કરી તેમાં બધો મસાલો મિક્સ કરીને ભરો. પછી કેળાંને ગોળ ગોળ ૧ ઇંચ જાડા કાપી લો. જો મસાલો ભરતાં વધે તો કાપેલાં કેળાંમાં નાખી દો. એક કડાઈમાં તેલને ગરમ કરી જીરાનો વઘાર કરી ટામેટાં અંદર નાખી હલાવી વાસણ ઢાંકી દઈને પાંચ મિનિટ ટામેટાંને સીજવા દો. પછી તેમાં બાફેલા વટાણા અને ફણસી નાખી હલાવી ૨ મિનિટ પછી તેમાં ભરેલા કાચાં કેળાં નાખી ઢાંકીને કેળાં સીજવા દો. કેળાં સીજી જાય એટલે તેમાં ગરમ મસાલો નાખી હલાવો, ૨ મિનિટ પછી તાપ ઉપરથી લઈ ઉપર કોથમીર ભભરાવો.
લો, મસાલેદાર કાચાં કેળાંનું શાક તૈયાર !

No comments: