સામગ્રી :
કોબીજ : ૫૦૦ ગ્રામ,
મીઠું : જરૂરી પ્રમાણ,
લીલાં મરચાં : ઝીણાં સમારેલાં નંગ ૨,
જીરું : વાટેલું ૧ ચમચી,
ઘઉંનો લોટ : ૨૫૦ ગ્રામ,
દહીં ખાટું : ૩ ચમચા,
કોથમીર : ૨ ચમચી ઝીણી સમારેલી,
ઘી,ચોખાનો લોટ : ૧ વાટકી.
રીત :
પ્રથમ કોબીજને ઝીણી સમારી અથવા ખમણીને મીઠું ચોળી ૧૦ મિનિટ રાખી મૂકવી. લોટ ચાળી તેમાં ઘીનું મોણ, જીરું લીલાં મરચાં, કોથમીર, દહીં, મીઠું નાખી કોબીજને નીચોવી પાણી કાઢી લોટમાં નાખવી. પછી સાદા પરોઠા જેવા બહુ કઠણ નહીં તેવો લોટ બાંધી ચોખાના લોટનું અટામણ લઈ પડવાળા પરોઠા વણી સાદા પરોઠાની જેમ સાંતળીને ખાવાના ઉપયોગમાં લેવા.

No comments:
Post a Comment