સામગ્રીઃ
૫૦૦ ગ્રા. કારેલાં,
૨૫૦ ગ્રા. કાંદા,
આદું, મીઠું, મરચાં,
હિંગ, રાઈ, ખાંડ,
ધાણા, હળદર, તેલ, જીરું.
રીતઃ
કારેલાંને ધોઈ, છોલીને લાંબા પાતળા કટકા કરી, મીઠું દઈને અડધો કલાક રહેવા દો.કાંદા છોલી સમારીને તેલમાં લાલાશ પડતાં સાંતળી લો.એક તપેલીમાં તેલ મૂકી રાઈ- હિંગનો વધાર કરી કારેલાં નિચોવીને વઘારી દો.ઉપર મરચું, હળદર, ખાંડ અને કાંદા નાખી ફરી હલાવો, મીઠું ચાખીને નાખો.પછી તેને ચઢવા દો. શાક બરાબર ચઢી જાય એટલે ધાણાજીરું નાખીને નીચે ઉતારી લો.
પોષકતાઃ
આમાં ૧૦૦૦કેલરી છે. કારેલાં લોહ અને વિટામીનથી ભરપૂર છે. ભાવમિશ્ર કારેલાંને કૃમિ મટાડનાર કહે છે. ડાયાબિટીસમાં કારેલાંનો અધોળ રસ રોજ સવારના નરણા કોઠે પીવાથી પેશાબની શર્કરા કમી કરવાથી માંડી અદ્દશ્ય થતી હોવાનું નોંધવામાં આવ્યું છે.
Thursday, December 2, 2010
કારેલાં – કાંદાનું શાક
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment