સામગ્રી :
મેંદો : ૫૦૦ ગ્રામ,
દહીં : તાજું ૧/૨ કપ (ખાટું નહીં),
ઘી : ૩ ચમચી,
બેકિંગ પાઉડર : ૨ ચમચી,
માખણ : ૪ ચમચી,
મીઠું : દોઢ ચમચી,
દૂધ : ૧/૨ કપ.
રીત :
પ્રથમ મેંદો ચોળી તેમાં મીઠું તથા માખણ નાખી બરાબર મિક્સ કરી થાળીમાં લોટની બરાબર એક સરખા ઢગલા જેવું કરી તેમાં હાથથી વચ્ચે જગ્યા કરી તેમાં બેકિંગ પાઉડર નાખી તેની ઉપર દહીં નાખી થોડી વાર રહેવા દેવું એટલે તેનો આથો આવી જશે. પછી દૂધ અને પાણી નાખી ગરમ લોટ બાંધવો. પછી ઘી નાંખી લોટ બરાબર મસળવો. પછી લોટને ભીના કપડા વડે ઢાંકીને તેની ઉપર મોટું વાસણ ઢાંકી તે ૩ થી ૪ કલાક રહેવા દો. પછી તેમાંથી સરખી ત્રિકોણ આકારમાં નાન વણી તાંદુરમાં શેકવી. નાન શેકાઈ જાય એટલે નાન ઉપર ચમચીથી માખણ ચોપડી ગરમ ગરમ પીરસવી.

No comments:
Post a Comment