
૨ કાકડી (મધ્યમ આકારની), ૧ નાની સાકરટેટી, ૧ કાચી કેરી, ૧ ૧/૨ મોટી ચમચી આખો ગરમ મસાલો. (લવિંગ, તજ, મરી, એલચો) ૧/૨ કપ પાણી, ૧ કપ ખાંડ, ૨ નાની ચમચી સંચળ, ૩/૪ કપ સરકો.
રીત :
કાકડી, સાકરટેટી અને કાચી કેરીની છાલ ઉતારીને જુદા જુદા આકારના ટુકડા કરો. ખાંડ, પાણી, સરકો, મિક્સ કરીને એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો. તેમાં આખા ગરમ મસાલા નાખી ધીમા તાપે ૮-૧૦ મિનિટ સુધી રહેવા દો. પછી મીઠું અને બધા ટુકડા નાખી મિશ્રણને બરાબર હલાવી ૧૦ મિનિટ ઢાકીને આંચ ઉપર રહેવા દો. પછી આંચ પરથી નીચે ઉતારી લો. મસાલેદાર અથાણાંનું મિશ્રણ ઠંડુ થાય પછી કાચની બરણીમાં ભરીને એર ટાઈટ ઢાંકણું બંધ કરી દો. ૧ દિવસ ઠંડકમાં રાખી મૂકો. ચટપટું અથાણું ખાવાલાયક તૈયાર છે.
No comments:
Post a Comment