સામગ્રી :૧ કિલો મધ્યમ કદની કોબી, ૧૦૦ ગ્રામ પીસેલી રાઈ, ૧/૪ નાની ચમચી તજનો ભૂકો, ૫૦ ગ્રામ બારીક સમારેલું આદું, મીઠું તથા લાલ મરચું સ્વાદ મુજબ, ૧ નાની ચમચી સંચળ, ૨૫-૩૦ નંગ લવિંગ અથવા ટૂથ-પિક.
રીત :
સૌપ્રથમ કોબીની નીચેની ડાંખળી સાચવીને કાપી લો અને કોબીજનાં પાન ચીરાઈ ન જાય એ રીતે એક એક છૂટાં કરો. બધાં પાનને પાણીથી ધોઈ સ્વચ્છ કપડાથી લૂછી લો.
હવે જે પાન આખાં હોય તેમને જુદાં રાખો અને બાકીનાં પાન તથા વચ્ચેનાં નાનાં નાનાં પાનને ઝીણા સમારી લો. મીઠું અને લાલ મરચું, રાઈ, તજનો ભૂકો અને સંચળ પરસ્પર ભેળવો. હવે દોઢ ચમચી જેટલો મસાલો પાનમાં ભરવા માટેનો છે.
હવે કાબીનું એક આખું પાન લઈ તેમાં ભરવા માટેનો મસાલો પ્રમાણસર મૂકી, પાનનું બીડું વાળીને લવિંગ અથવા ટૂથપિક ભરાવી દો, જેથી બીડું ખૂલી ન જાય. આને દબાવીને એક કાચની બરણીમાં મૂકો. આ રીતે બધાં પાનનાં બીડાં બનાવીને બરણીમાં દબાવીને મૂકતાં જાવ. તેની ઉપર વધેલો દોઢેક ચમચી સૂકો મસાલો અને લીંબુનો રસ રેડીને બરણીનું મોં કપડાથી મજબૂત રીતે બાંધી દો.
બેત્રણ દિવસ સુધી બરણીને તડકે રહેવા દો. વચ્ચે-વચ્ચે બીડાંમાં રસ ભરાય એ માટે હલાવતાં રહો. ત્રીજા-ચોથા દિવસે અથાણું તૈયાર થઈ જશે.
No comments:
Post a Comment