જરૂરી સામગ્રી :
(૧) ચણાનો-કરકરો લોટ : ૬૦૦ ગ્રામ (૨) ઘી : ૫૦૦ ગ્રામ (૩) બૂરું ખાંડ : ૬૦૦ ગ્રામ (૪) એલચી (૫) બદામ (૬) ચારોળી (૭) દૂધ.
બનાવવાની રીત :
૧.ચણાના લોટને દૂધ-ઘીનો ધાબો દો. કલાક પછી તે ચાળી લો. ઘીમાં
તેને શેકો.
૨.ઠંડુ પડે બુરુ-ખાંડ અને એલચીનો ભૂકો નાખો. થાળીમાં ઘી લગાવી તે
પાથરી દો. ઠરે એટલે થોડું ઘી રેડો.
૩.તેના ઉપર બદામ-ચારોળીની કાતરી ભભરાવો. ઠરે તેનાં ચકતાં કરો.
પોષકતા :આ મિષ્ટાનમાં ચણા ભળેલ છે, જેને આયુર્વેદિક ગ્રંથોમાં બળ અને પુષ્ટિ આપનાર તથા કાંતિ અને વર્ણ સુધારનાર ગણ્યા છે.
Thursday, December 2, 2010
મગજના-લાડુ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment