Thursday, December 2, 2010

કેસર બરફી

સામગ્રી :
સાકર : ૩ કપ,
કેસર : અડધી ચમચી,
પાણી : ૨ કપ,
માવો : ૨ કપ,
વેનીલા એસેન્સ : ૧ ચમચી,
ઇલાયચીનો ભુકો : નંગ છ,
બદામ છોલીને પાતળી કાતરેલી : અડધો કપ.
રીત :
પ્રથમ માવામાં કેસર અને વેનીલા એસેન્સ નાખીને મિક્સ કરવા. ચાસણી ઠંડી થાય એટલે તેમાં માવો અને અડધો ઇલાયચીનો ભૂકો નાખી બરાબર હલાવી મિક્સ કરવું. બરાબર લાકડાના ચમચાથી હલાવીને ઘટ્ટ મિક્સચર તૈયાર કરવું. ઘી લગાડેલી થાળીમાં આ મિક્સચરને પાથરી દેવું. તેની ઉપર વધેલો ઇલાયચીનો ભૂકો અને બદામની કાતરી ભભરાવી વરખ લગાડવી. ૮ થી ૧૦ કલાક રહેવા દઈ એકસરખા ચોરસ બરફીના ટુકડા કરવા.

No comments: