સામગ્રી :
વધેલા ભાત,દહીં (ભાતના પ્રમાણે),
ઘઉંનો લોટ (ભાતના પ્રમાણે),
લાલ ટામેટું : ૧ ઝીણું સમારેલું,
લીલાં મરચાં : ૨ ઝીણાં સમારેલાં,
મસાલો :
બધો પ્રમાણસર (હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું)
કોથમીર : ૨ ચમચા ઝીણી સમારેલી,તેલ.
રીત :
એક વાસણમાં ભાત લઈ, ભાત દહીંમાં ડૂબે તેટલું દહીં નાખી ભાત રહેવા દેવો. જ્યારે પુડલા બનાવવાના હોય ત્યારે હાથથી છૂટા પાડી તેમાં પ્રમાણસર ઘઉંનો લોટ નાખી તેમાં બધો મસાલો અને ટામેટું અને કોથમીર અને લીલું મરચું નાખી પ્રમાણસર પાણી નાખી પુડલા માટેનું ખીરું તૈયાર કરવું. હવે ગરમ કરેલા તવા ઉપર તેલ નાખી ચમચા વડે પુડલું પાથરી ધીમા તાપે લાલ થવા દેવું. પછી તવેથા વડે ધીમેથી પલટાવી બીજી બાજુ પણ ધીમા તાપે તેલ નાખી લાલ થવા દેવું. આમ વધેલા ભાતનો સદ્દઉપયોગ થઈ જાય અને ચા સાથે ખાવાની ગરમાગરમ વાનગી પણ તૈયાર થઈ જાય.
Thursday, December 2, 2010
વધેલા ભાતના પુડલા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment