Thursday, December 2, 2010

રોટલા

સામગ્રીઃ
બાજરાનો લોટ ૩ વાટકી,
પાણી પ્રમાણસર,
મીઠું પ્રમાણસર.
રીતઃ
સૌ પ્રથમ ઝીણા આંક વડે બાજરાનો લોટ ચાળી લો. પછી થોડો લોટ લઈ તેમાં મીઠું નાખવું અને પછી નાખી મસળતા જવું. ખૂબ મસળ્યા પછી તેનો સૂવો કરી તેને હાથથી થેપો. ઘણા લોકોને હાથથી થેપતા ન આવડતું હોય તો પાટલા પર આંગળીથી થાબડી મોટો રોટલો બનાવવો. પછી ગેસ ઉપર તાવડી મૂકી તેને ગરમ કરવી. પછી તાવડી પર રોટલો શેકવા મૂકો. રોટલો ફૂલે એટલે બીજી બાજુ ફેરવી થોડીવાર રાખી નીચે ઉતારી લો.



No comments: