Thursday, December 2, 2010

મકાઈ અને રવાના પુડલા

સામગ્રી :
રવો : ૧ વાટકી,
મરચાં લીલાં : ૮ ઝીણાં વાટેલાં,
મીઠું : પ્રમાણસર,
ખાટું દહીં : ૧ ચમચો,
૬ નંગ મકાઈના કુમળા દાણા,
કોથમીર : ૧ ચમચી ઝીણી સમારેલી,
તલ : ૧ ચમચી,તેલ.
રીત :
મકાઈના દાણાને ઝીણા વાટવા. પછી તેમાં રવો અને દહીં ભેળવી ચાર કલાક પલળવા દઈ મીઠું, લીલાં મચરચાં નાખી તેલ નાખી સ્વાદિષ્‍ટ ખીરું તૈયાર કરવું. ગરમ તવી ઉપર તેલ નાંખી પુડલા ઉતારવા. આ પુડલા લાલ મરચાંની ચટણી સાથે ગરમ ગરમ ખાવાથી સ્વાદિષ્‍ટ લાગે છે.


No comments: