સામગ્રી :
પાલકની ઝૂડી : ૪,
ટામેટાં : ૨૫૦ ગ્રામ,
મોળું દહીં : ૧/૨ કપ,
મીઠું : પ્રમાણસર,
વટાણા : ૧ કિલો,
માખણ : ૨ ચમચા,
પનીર : ૨૫૦ ગ્રામ,
ક્રીમ : ૧૦૦ ગ્રામ,
પાંચ લીલાં મરચાં,
૧ ચમચી જીરું : વાટેલું.
રીત :
પનીરના ટુકડા કરીને તળી લેવા. પાલકના પાનને મીઠું નાખી ઊકળતા પાણીમાં પાંચ મિનિટ રાખો. પછી ચાળણીમાં કાઢીને નિતારીને ઠંડા પાડો. તેની બારીક ચટણી વાટો.ટામેટાંને ગરમ પાણીમાં મૂકો. છાલ કાઢી નાખો અને બારીક ટુકડા કરી રાખી મૂકો. પછી વટાણાને બાફી પાણી નિતારી લો. પછી માખણને ગરમ કરો. વાટેલો મસાલો અને ટામેટાં નાખો. ટામેટાંની ગ્રેવી થયા પછી પાલખની ચટણી નાખી હલાવો. પછી બાફેલા વટાણા, પનીરના ટુકડા, મીઠું અને દહીં (વલોવેલું) નાખો. પછી પીરસતી વખતે શાકમાં થોડું ક્રીમ નાખીને પીરસો.

No comments:
Post a Comment