સામગ્રી :
મેંદો : ૧૦૦ ગ્રામ,
દળેલી ખાંડ : ૧૦૦ ગ્રામ,
ઇલાયચીનો ભૂકો : અડધી ચમચી,
સોડા-બાય કાર્બ : ૧/૪ ચમચી,
રવો : ૧૦૦ ગ્રામ ઝીણો,
ઘી : ૧૦૦ ગ્રામ,
ઘટ્ટ દહીં : ૧ ચમચી,
કેસર અડધી ચમચી,
દૂધ : ૧ ચમચી.
રીત :
મેંદો – રવો ચાળીને ભેગાં કરવાં. ઘીમાં સાકર નાખીને ખૂબ જ ફીણવું, જેથી સાકરની કણી ન રહી જાય. તેમાં ઇલાયચીનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરવું.કેસર અને દૂધ ભેગાં કરી ગરમ કરી બરાબર કેસર ગાળવું. કેસર, સોડા-બાય કાર્બ અને દહીં ભેગા કરવાં. તેમાં લોટ નાખી બરાબર ભેગાં કરવાં. ફીણેલા સાકર અને ઘીના મિશ્રણમાં થોડો થોડો લોટ નાખતા જવું અને ફીણતા જવું. આમ બધો લોટ ઘીમાં નાખીને મિક્સ કરવો. તૈયાર થયેલા લોટમાંથી માપસર નાનખટાઈ બનાવી, ઘી લગાડેલી ટ્રેમાં છૂટી છૂટી મૂકી બેક થવા મૂકવી. નાનખટાઈ બેક થતાં લગભગ ૨૦ મિનિટ લાગે છે. મધ્યમ તાપ ઉપર નાનખટાઈ બેક કરવી. પછી ઠંડી થાય ત્યારે હવાબંધ ડબ્બામાં ભરી લેવી.

No comments:
Post a Comment